Scholarship 2025-26

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

Home / Scholarship 2025-26

Scholarship Information 2025-26

 અગત્યની સુચના 


 SC / ST / OBC / NTDNT / અપંગ શિષ્યવૃતિના  ફોર્મ ભરવાનું ચાલુ ......

 નોંધ :-  વિધાર્થી કોલેજમાં શિષ્યવૃત્તિ ફોર્મની ડ્રાફટ કોપી ચેક કરાવવી ફરજીયાત છે.

(૧) વિધાર્થીએ  ફોર્મ ભરતા પહેલા રેશન કાર્ડમાં Aadhaar Based Biometric  

eKYC  કરાવવું ફરજીયાત છે.

(૨) SC/ST વિધાર્થીઓએ ફોર્મ ભરતા પહેલા National Scholarship Portal (NSP) પર

જઈને OTR નંબર જનરેટ કરવો ફરજીયાત છે.

ફોર્મ ભરતી વખતે બેંકનું  NPCI Status Accept  કરવું ફરજીયાત છે. 

 અગત્યની સૂચનાઓ :-

(૧) SC/ST વિધાર્થીઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તા.૩૧/૦૮/૨૦૨૫

  (૨) OBC/SEBC/NTDNT/EWS/PH વિધાર્થીઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તા.૩0/૦૯/૨૦૨૫

(૧) સત્ર શરૂ થયાની તારીખ : 17-06-2025        (૨) સત્ર પૂરુ થયાની તારીખ : 25/04/2026


 (૧) કોલેજમાં શિષ્યવૃત્તિ ફોર્મની ડ્રાફટ કોપી ચેક કરાવતા પહેલા વિધાર્થીએ પોતાના ડોક્યુમેન્ટના આધારે જાતે જ ચેક કરવી.

(૨) વિધાર્થીએ શિષ્યવૃત્તિ અંગેની મુકવામાં આવેલ સૂચનાઓનો સંપૂર્ણ અભ્યાસ કરી. પોતાના અસલ ડોક્યુમેન્ટના આધારે ફોર્મ ભરાવવું.

(૩) જો ઓનલાઈન ફોર્મ ભરવામાં કે અપલોડ કરેલ ડોક્યુમેન્ટમાં કોઈ પણ પ્રકારની ભૂલ હશે. તો તે ફોર્મ રીટર્ન કરવામાં આવશે.

(૪) વિધાર્થીએ અઠવાડિયામાં બે વખત પોતાનું શિષ્યવૃત્તિ  અંગેનું ભરેલ ફોર્મનું સ્ટેટસ ચેક કરવાનું રહેશે અને જો કોઈ પણ કારણસર રીટર્ન થયેલ હોય તો વિધાર્થીએ સ્ટેટસમાં બતાવેલ ભૂલની પૂર્તતા કરી ફરીથી ફોર્મ સબમીટ કરી તેની પ્રિન્ટ કોલેજ કાર્યાલયમાં ફરજિયાત જમા કરાવવાની રહેશે.

(૫) ફાઈનલ સબમીટ કરાવેલ ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ સાથે કોલેજમાં ફરજીયાત જમા કરાવવું.

(૬) ફોર્મમાં વિધાર્થીએ પોતાની સહી અચૂક કરવી.

 ફોર્મ  સ્વીકારવાનો સમય સવારે -૯:૦૦ થી ૧:૦૦ નો રહેશે.

ફોર્મ ભરવા અંગેની વિગતવાર સુચનાઓ નીચે મુજબ મુકવામાં આવેલ છે.

   

                                                                                                                                          આચાર્ય